Recents in Beach

પ્રકાર લક્ષી વિવેચન (સ્વરૂપ લક્ષી વિવેચન)

Prkaar Lakshi Vivechan (Svrup Lakshi Vivechan)


    સાહિત્ય કૃતિના પ્રકાર કે સ્વરૂપના લક્ષણોના આધારે કૃતિનું વિવેચન કરવામાં આવે તે પ્રકારલક્ષી વિવેચન છે. આ રીતે થતું વિવેચન હંમેશા સાદ્ય થતું નથી. સાહિત્યના પ્રકાર એક હોય છતાં બુદ્ધી અલગ છાપ પાડતી હોય છે. ગોવર્ધન રામ, પન્નાલાલ કે મુનશી નવલરામને એક તરફ મુકીને જોઈએ તો એમના સાહિત્ય પ્રકાર નવલકથાનું હોવા છતાં કૃતિઓમાં ઘણો તફાવત જોવા મળે છે. એનો અર્થ એ થાય છે કે એક જ પ્રકારમાં રહીને પણ કૃતિ પોતાની વેયક્તિક છાપ ઉભી કરે છે.


     જેમ એક જ સંસ્થામાં રહીને વ્યક્તિ સંસ્થાના નિયમો પાલન કરીને પોતાનો વ્યક્તિગત વિકાસ પણ કરે છે તેમ સ્વરૂપના નિયમો જાળવીને સર્જક કૃતિના પ્રયોગો કરે છે.


   ઘણી વાર એવું બને છે કે એક જ પ્રકારની કૃતિમાં અન્ય પ્રકારના લક્ષણો પણ દેખાય છે. જેમ કે વાર્તામાં નાટકનો પ્રકાર પણ જણાતો હોય. મુનશીની નવલકથામાં કવિતાને નાટકના સ્વરૂપની છાપ જણાય છે તો પછી તેને વિવેચન કેવી રીતે કહ્યું પ્રકાર શુદ્ધ નથી.



પ્રકાર લક્ષી વિવેચન


   સાહિત્યના પ્રકારો બે રીતે પડે છે:

(૧) બાહ્ય પ્રકાર

(૨) આંતરિક પ્રકાર


૧) બાહ્ય પ્રકાર :-


     જેમાં કૃતિનું માળખું છંદને આધારે પડે છે.


૨) આંતરિક પ્રકાર:-


    જેમાં સર્જકનો હું વલણ વિષય વસ્તુ પ્રયોજન ધ્યાનમાં લેવાય છે.


    પ્રકાર શી રીતે નક્કી થાય છે? સર્જક પ્રકારની પસંદગી કરે છે? નાં, સર્જક જે તે પ્રકાર નક્કી કરતો નથી. સર્જકની અનુભૂતિ જ પ્રકાર નક્કી કરવું છે. જેમ વડના બીજ માંથી વડનું વૃક્ષ જ સંભાળે છે તેમ સર્જકની અનુભૂતિ કવિતાની હોય તો કાવ્ય સ્વરૂપ સંભાળે છે. અનુભૂતિ આપ મેળે સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રકાર એ હંમેશા સ્થિર રહેતા નથી. સમય ન કરી કેવા પરિવર્તન આવે છે. સર્જકની અનુભૂતિ બદલાય છે તે રીતે પ્રકારમાં ફેરફાર થાય છે.



     પ્રકાર રૂઢ જડ નથી. લક્ષણો જાળવીને તેમાં પ્રયોગોને અવકાશ રહે છે. પંડિતયુગની નવલકથા કરતા આધુનિક નવલકથા કરતાં સાવ જુદી છે. આથી એમ કહી શકાય કે પ્રકારો ગતિશીલ છે. તેમાં વિકાસ જ રહે છે. ભાવકની રસરૂચીને ધ્યાનમાં લઈને બદલાવ જરૂરી છે. સર્જકની અનુભૂતિ કલા સ્વરૂપે અભિવ્યક્તિ પામે છે. તે પ્રકાર નક્કી કરે છે. બાહ્ય પ્રકાર એટલે જ સર્જકની અભિવ્યક્તિ આકૃતિ, આકાર, પ્રકાર સર્જકની અનુભૂતિ એટલે સર્જકનો કાબુ વિષય, સંવેદન, ભાવ આ બંનેને ધ્યાનમાં રાખીને કૃતિને મુલવવામાં આવે છે.



     આ પદ્ધતિમાં વિવેચન કૃતિનું સ્વરૂપ ધ્યાનમાં લે છે. તેના લક્ષણો કૃતિમાં તપાસે છે. કૃતિએ તે સ્વરૂપ લક્ષણોએ સિદ્ધ કર્યો છે કે નહિ તે અવલોકે છે. કયું લક્ષણ કેવી રીતે રજુ થયું છે તેની ખૂબી ખામીઓ કઈ છે, તે કૃતિમાં તપાસે છે. આજે પ્રકાર લક્ષી વિવેચન મહત્વનું સ્થાન ધરાવે છે. 




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ