Recents in Beach

કૃતીલક્ષી વિવેચન

 


Kruti Lakshi Vivechan


   આ પદ્ધતિમાં માત્ર કૃતિને કેન્દ્રમાં રાખીને વિવેચન થાય છે. કૃતિના કર્તા, સ્વરૂપ, પરંપરા કે તુલના કરવામાં આવતી નથી. આ વિવેચન બે પ્રકારે થાય છે. (૧) પ્રભાવ સંગત,(૨) ન્યાયસંગત.



     કૃતિ ભાવક પર જે છાપ ઉભી કરે, જે પ્રભાવ જન્માવે તે રજુ કરાવે છે તે વિવેચક પ્રથમ ભાવક તરીકે કૃતિનું ભાવન કરે છે. તેનો વિષય, પાત્ર, રસ સોંદર્ય, આનંદ કેવું છે તે દર્શાવે છે. કૃતિ શિવાય કોઈ મુદાને ધ્યાનમાં લેવાનું નથી. વ્યક્તિગત રસરૂચી પ્રમાણે વિવેચક પર તેનો પ્રભાવ પડે છે. કૃતિનું વર્ગીકરણ કરીને તેના પ્રભાવની વાત વિવેચક કરે છે. તેમાં કૃતિને જીવનલક્ષી પ્રભાવ જોવાય છે. જ્યારે ન્યાય સંગત વિવેચનમાં વિવેચક તટસ્થ રીતે કૃતિ વિષે નિર્ણય આપે છે. તેનો ગુણ દોષ ધ્યાનમાં લે છે. તેની ખૂબી, ખામીઓ બતાવે છે. કૃતિની રચનારીતી, ભાશાશેલી વગેરેની કલાપક્ષે ચર્ચા કરે છે. સમગ્ર રીતે આ કૃતિ ભાવક ઉપર કેવી અસર જન્માવે છે કે જણાવે છે.



કૃતીલક્ષી  વિવેચન


    કૃતીલક્ષી વિવેચન એ ભાવક પક્ષે મહત્વની પદ્ધતિ છે, જે ભાવક સમગ્ર સાહિત્ય જગતમાં રસ લેતો ન હોય તેના લેખક સ્વરૂપ, શેલી. રચનારીતી વગેરેમાં રસ લેતા નથી. આવા ભાવકોને કૃતિનું ભાવન કરવું છે તેણે માત્ર કૃતિનું માન છે. મુલવણી છે. વિવેચકે સહૃદય ભાવકને કૃતિનું ભાવન કરવાનું છે. સર્જકની કક્ષાએ રહીને કૃતિનો આનંદ માણવાનો છે. વિવેચક કૃતિમાં તન્મય બને. કૃતિના પ્રદેશમાં વિહાર કરે ત્યારે કૃતિના વિવિધ-અંકો કૃતિના વિવિધ રસો, કૃતિનું સોંદર્ય તેના મન પર જે અસરો જન્માવે તે અસર કૃતીલક્ષી વિવેચનમાં પ્રગટ થાય છે. અંગત રસ રુચીને બાજુ પર રાખીને તે ન્યાયલક્ષી વિવેચન કરે છે. લાગણીમાં તણાયા વિના તટસ્થ રહીને કૃતિ વિશે અભિપ્રાય આપે છે. આ વિવેચક કૃતિની અનુભૂતિ અને અભિવ્યક્તિ બંને પક્ષની ચર્ચા કરે છે. ભાવક કૃતિલક્ષી વિવેચન વાંચીને કૃતિ વાંચવા પ્રેરાય છે. ઘણીવાર કૃતિમાં કૃતિ ન સમજાય તો કૃતિલક્ષી વિવેચન વાંચીને વિશેષ સમજણ મેળવે છે. આ પદ્ધતિ લોકપ્રિય બને છે.






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ