Recents in Beach

વિવેચનનું કાર્યક્ષેત્ર- વિવેચકનું કર્તવ્ય-યોગ્યતા-ધર્મ:-

 


વિવેચનનું કાર્યક્ષેત્ર:- વિવેચકનું કર્તવ્ય-યોગ્યતા-ધર્મ:-


    હડસન જણાવે છે કે “સાહિત્યકલાના વિવિધ સ્વરૂપોમાં વિવિધ સર્જનાત્મક સાહિત્ય એ જીવનની કલા છે તો વિવેચન એ વ્યાખ્યાની પણ વ્યાખ્યા છે.”


     વિવેચકએ સાહિત્ય જગતનો રસ છે. વિવેચક સાહિત્ય કૃતિમાં પ્રવેશીને તેનું હંસની જેમ નીરક્ષીર કરે છે. વિવેચક સાહિત્યકૃતિનું મૂલ્યાંકન કરે છે. તેનું અર્થઘટન, સમીક્ષા, વિવરણ, વિશ્લેષણ કરે છે. પ્રશ્ન એ થાય છે કે સર્જક કરતા વિવેચક કઈ રીતે જુદો પડે છે. વિવેચનનું મહત્વ શું? વિવેચકની જવાબદારી કઈ?


·         હોરેશ વિવેચકનું કર્તવ્ય જણાવતા હું એરણના પેલા પથ્થર જેવો થઈશ જે પોતે ભલે કશું?કાપી ન શકે પણ કાપનાર લોહ્ડાને જરૂર ધારદાર બનાવે છે. હું ભલે કશું લખતો ન હું પણ લખનાર લેખકને તેની ફરજ અને અર્પણ શીખવીશ તે સર્જકની સામગ્રી ક્યાંથી મળે છે તે બતાવે છે. એ ક્યા તત્વ છે તે જેને કોઈને કવિ બનાવે છે તેના માટે શું શોભા.


·         એડિસન જણાવે છે કે સાચા વિવેચકે લેખકની ખામી ન જોતા તેના ગુણોનું વર્ણન કરતા જોઈએ.


·         પોપ કહે છે કે- આવો વિવેચક ક્યાં મળી શકે તે કોઈને સંપતિ આપી શકે. જે જ્ઞાન અને બોધ આપી શકે, જે નિર્ભય અને અભિજાત જે કઠોરતાની સાથે કરુણા ધરાવતી હોય. જે નીડરતાથી મિત્રોની ખામીઓ અને દુશ્મનના અને શત્રુની પ્રશંશા કરી શકે.


  વિવેચકનું કાર્યક્ષેત્ર વિશાળ છે. સર્જક જેટલું મહત્વ વિવેચન છે. વિવેચન ન હોય તો સાહિત્ય જગતમાં અવ્યવસ્થા અરાજકતા વ્યાપી જાય. સર્જક સ્વચ્છ બની જાય ભાવક સુંદર કૃતિઓ જ્ઞાત બની જાય છે.



વિવેચનનું કાર્યક્ષેત્ર


વિવેચકનું કર્તવ્ય:


  (૧) સર્જક પક્ષે (૨) ભાવક પક્ષે(૩) સમાજ પક્ષે (૪) સાહિત્ય પક્ષે છે.

      વિવેચક તેની યોગ્યતાના આધારે વિવેચક કાર્યમાં સફળતા મેળવે છે. જેને શાસ્ત્રોનું અભ્યાસ કર્યો હોય જે સાહિત્ય પરંપરાથી નામ હોય. જેને કૃતિનો પરિચય થાય છે જે વિશાલ વાંચન કરતો હોય તેવું વિવેચન કાર્યમાં પાર ઉગારે છે.


     વિવેચક સર્જકને પ્રોત્સાહન આપે છે તેની ઊંડી ખામી બતાવે છે. તેને ભાવી માર્ગ ચીંધે છે. વિવેચક ભાવકને ભાવનમાં મદદરૂપ બને છે. તેને કુંડાનો આશીર્વાદ બનાવે છે તેનું સોંદર્ય બતાવે છે. આનંદ અનુભવ કરાવે છે. વિવેચક સમાજને ઉતમ સાહિત્ય કૃતિનું સોંદર્ય બતાવે છે તેનું જીવન મૂલ્ય સમજાવે છે. વિવેચક સાહિત્યના નવા સિદ્ધાંતો તારવે છે. વિવેચનની પરંપરાગત ઉભી કરે છે. સિદ્ધાંતો અને નિયમો રજૂ કરે છે. વિવેચકના કર્તવ્ય માટે ભારતીય પાશ્ચાત્ય વિદ્વાનોની ઘણી ચર્ચા કરી છે. આ ચર્ચાને આધારે આપણે પાંચ વિભાગમાં તેના કર્તવ્યને વહેંચી શકાય.


૧) કવિના ધ્યેયનું દર્શન:-


     વિવેચક એ સર્જકના ધ્યેયને ભાવક સમક્ષ મૂકી આપે છે. સર્જન નિરુદેશ હેતુ નથી. કલાવાદીઓના મતે સર્જનનું પ્રયોજન ભલે આનંદ હોય. નીતીવાદીઓના માટે સર્જનનું પ્રયોજન ભલે બોધ કે ઉપદેશ આપવાનું થાય. વિવેચકે પ્રયોજન કેવું છે તે જણાવવાનું નથી. સર્જકનું પ્રયોજન ગમે તે હોય તેને માત્ર સર્જકનું પ્રયોજન, ધ્યેય હેતુ, કાર્યો છે. તે ભાવકને જણાવવાનું છે. ભાવક કૃતિમાંથી જાતે આપ ધ્યેય સમજી શકતો નથી. આથી વિવેચક આ કાર્ય કરે છે.


      વિવેચકે સર્જકના ધ્યેયને પામવા માટે પ્રથમ ભાવનમાં એકાગ્ર બનવું પડે છે. કૃતિના કેન્દ્ર સુધી પહોંચવું પડે છે. સર્જકને ચિંતને પામવું પડે છે. જો વિવેચક આ ધ્યેયને સમજી શકે તો જ તે ભાવકને સમજાવી શકે.


  વોલ્ટર વેટર:- જણાવે છે કે કવિ કે ચિત્રકારનો ગુણનો અનુભવ કરવો તેનું પૃથ્થકરણ અને વિશ્લેષણ કરવું આ ત્રિભિન્ન કાવ્ય વિવેચકના છે.



૨) ગૂંચનો ઉકેલ:-

    સર્જક કૃતિ રચે છે. ભાવકને અર્પણ કરે છે. પરંતુ બધા ભાવકને સરળતાથી કૃતિ સમજાતી નથી. સર્જક પોતાની અટપટી અનુભૂતિને વિવિધ રીતે અભિવ્યક્ત કરે છે. ભાવકને પ્રતિક કર્તવ્ય અને એવી ગુંચ નડે છે. પરિણામે ભાવક કૃતિનો રસ પામી શકતો નથી.


     વિવેચક ભાવકની મદદ આપે છે. કૃતિની ગુંચ દુર કરે છે. કૃતિ ભાવક શ્રમ બનાવે ચી. આથી ભાવક કૃતિનો આસ્વાદ કરી શકે છે.


    વિવેચકના આ કર્તવ્યમાં કેટલાંક વિદ્વાનો એ વિરોધ કર્યો છે. તેઓ માને છે કે સર્જક અને ભાવક વચ્ચે વિવેચકની જરૂર નથી. વિવેચક પોતાનો મત ભાવક પર ઠોકી બેસાડે છે. ત્યારે તેને રસને દોરે છે. પરંતુ આ વાત સાથે સંમત થવાય નહિ. આજે આધુનિક સાહિત્યથી ભાવકો વિમુખ થઈ રહ્યા છે. કારણ કે આ સાહિત્ય તેમને સમજાતું નથી. વિવેચક જ તેની ગુંચ ઉકેલીને સરળ કરી આપે છે.


૩) આનંદની અનુભૂતિ :-

     કોઈ પણ સાહિત્ય કૃતિનું અંતિમ લક્ષ રસનિષ્પતીનું છે. કૃતિ રસ નિષ્પતી કરે છે. પરંતુ ભાવક હંમેશા રસાસ્વાદ કરી શકતો નથી. કૃતિનો આનંદ લઇ શકતો નથી. કૃતિમાંથી આનંદ ક્યારે મળે છે, જ્યારે કૃતિમાં સોંદર્ય હોય, કૃતીમાનું સોંદર્ય વ્યંજનાથી ઢંકાયેલું હોય આથી ભાવકની નજરમાં આવતું નથી.


   વિવેચક કૃતિમાં આવતી વ્યંજનાને સમજાવે છે. કૃતિના સોંદર્યને પ્રગટ કરે છે. વિવેચક ભાવકની આ નવી શેલી તેને સાહિત્ય કૃતિનો પ્રવાસ કરાવે છે. આનંદની અનુભૂતિ કરાવે છે.


 એડીસન જણાવે છે કે- વિવેચનનું મુખ્ય કર્તવ્ય એ છે કે તેમણે સાહિત્ય કૃતિમાં નિરુપિત સોંદર્ય દર્શન કરવું અને તે સોંદર્યને જગત સમક્ષ રજુ કરવું.


૪) સમાજ માટે ઉપયોગી:-


    દેશ અને કાળ પ્રમાણે સાહિત્યનુ પ્રયોજન બદલાય છે. પહેલાના સમયમાં સાહિત્ય અને જીવન સાથે કોઈ સંબંધ હોતો નથી. તેઓ માનતા હતા કે સાહિત્ય એ જીવનથી દૂર રહેવું જોઈએ. સાહિત્ય એ આનંદ લોકની યાત્રા છે. જ્યારે જીવનમાં તો દુઃખ, વેદના, કઠોરતા છે. જીવનની અસર સાહિત્ય પર પડે તો જેમ પથ્થર નાજુક કંકણ પડવાથી તૂટી ફૂટી જાય છે તેમ સાહિત્ય પણ છિન્ન-ભિન્ન થઈ જાય છે.


    આજે સાહિત્ય અને જીવન એકબીજાના પર્યાય છે. આથી સાહિત્ય જીવનમાંથી સામગ્રી શોધે છે. સમાજ એ સાહિત્યનો જનક છે અને સાહિત્ય એ સમાજનો પથદર્શક છે. સાહિત્ય સમાજને ઉપકારક હોય તેવી કૃતિ વિવેચક સમાજ સામે લડે. ખરાબ કૃતિથી વિવેચક સમાજને બચાવે છે. ઉતમ સાહિત્ય સમાજને તંદુરસ્ત રાખે છે. સમાજ તો વિકાસ કરે છે. પરંતુ આ કાર્ય વિવેચક વિના શક્ય નથી.



૫) વિકૃત સાહિત્યનો નાશ:-


      વિવેચક એ સાહિત્ય જગતનો જાગૃત ચોકીદાર છે. સાહિત્ય જગતમાં પ્રવેશતી દરેક કૃતિ પર તે નજર રાખે છે. કોઈ અશ્લીલ કૃતિ પ્રવેશી ન જાય તેની કાળજી રાખે છે. વિવેચક આવી અશ્લીલ કૃતિને સખત શબ્દોમાં ઝાટકાડી કાઢે છે. ભાવક વર્ગને તે વાંચવા નાં પડે છે. વિવેચક દ્વારા સાહિત્ય જગતમાં વ્યવસ્થા જળવાય છે. વિકૃત કૃતિ લખતા સર્જકો તેમ કરતાં અટકે છે.


  

આખ્યાન સાહિત્ય સ્વરૂપ Clik Her👈





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ