Recents in Beach

સમાવેશી શિક્ષણનો ખ્યાલ(Consept)/What is inclusive education?


સમાવેશી શિક્ષણ એટલે શું? 


સમાવેશી શિક્ષણનો ખ્યાલ(Consept):-


 સમાવેશી શિક્ષણ એ હાલના સમયનું વિશિષ્ટ શિક્ષણ છે. ભારતના સંદર્ભમાં આ શિક્ષણનો અભિગમ સામાન્ય શિક્ષણ દ્વારા સ્વીકારાયેલો છે. સામાન્ય રીતે શિક્ષકો સામાન્ય વિદ્યાર્થીઓ પર ધ્યાન આપતાં હોય છે, પરંતુ તેની સાથે સાથે શેક્ષણિક રીતે પ્રતિભાશાળી તેમજ ધીમા શીખનારા બાળકો પર પણ ધ્યાન આપવું જોઈએ. સામાન્ય શાળામાં વિદ્યાર્થીઓની ભરતી તેમની ઉંમરના આધારે થતી હોય છે. શિક્ષણની આવશ્યકતાઓની પૂર્તિ માટે સામાન્ય અને અસામાન્ય વિદ્યાર્થીઓને સાથે જ શિક્ષણ લેવાનો મોકો મળવો જોઈએ જેનાથી બંને પ્રકારના વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવે તે જરૂરી છે.



    પહેલા સમાવેશી શિક્ષણનો ખ્યાલ વિશિષ્ટ બાળકો માટે જ હતો, પરંતુ હાલના સમયમાં દરેક શિક્ષકે આ સિદ્ધાંતને વિસ્તૃત દ્રષ્ટિકોણથી વ્યવહારમાં લાવવો જોઈએ.



    સમાવેશી શિક્ષણના ઇતિહાસનું મૂળ કેનેડા અને અમેરિકા સાથે જોડાયેલું છે.પ્રાચીન શિક્ષણ પદ્ધતિ કરતા નવી શિક્ષણ નીતિનું પ્રયોગ આધુનિક સમયમાં થવો જોઈએ.સમાવેશી શિક્ષણ વિશિષ્ટ શાળા કે વર્ગખંડમાં સ્વીકાર કરતુ નથી. અશક્ત બાળકોને સામાન્ય બાળકોથી અલગ કરવા એ અમાન્ય છે. વિકલાંગ(દિવ્યાંગ)બાળકોને પણ સામાન્ય બાળકોની જેમ દરેક પ્રવૃતિમાં ભાગ લેવાનો અધિકાર છે. સામાન્યતઃ વિદ્યાર્થીને તેની ઉંમરના આધારે શાળામાં મુકવામાં આવે છે. તેમનું શેક્ષણિક સ્તર ઊંચું છે કે નીચું તે અંગે વિચાર કરવામાં આવતો નથી. શિક્ષકે અહીં સમાવેશી શાળામાં સામાન્ય અને વિકલાંગ(દિવ્યાંગ) બાળકો સાથે એક જ સરખો વ્યવહાર કરવાનો છે. વિકલાંગ(દિવ્યાંગ)બાળકો સાથે સામાન્ય બાળકોને મિત્ર બનાવવામાં આવે છે. જેથી તેવા જ સમૂહ અને સમુદાય બને, અહીં એવું બતાવવામાં આવે છે કે એક સમૂહ બીજા સમૂહ કરતા શ્રેષ્ઠ નથી. આવા વર્તનથી સહયોગની ભાવના વિકસે છે.



સમાવેશી શિક્ષણનો ખ્યાલ(Consept)



વિશિષ્ટ બાળકો :-

સંકલ્પના:- જે બાળક સામાન્ય બાળક કરતા અલગ હોય તેણે વિશિષ્ટ બાળક તરીકે ઓળખાય છે. એમને કેટલીકવાર અપવાદરૂપ બાળક તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા બાળકની બોદ્ધિક શક્તિ અલગ પ્રકારની હોય છે. આવા બાળકોની શારીરિક,સામાજિક અને સાંવેગિક વિકાસ શક્તિ અયોગ્ય હોય છે. કેટલીક વાર એનાથી ઊલટું પણ હોય છે. એ બધા જ પ્રકારના બાળકોને વિશિષ્ટ બાળકો તરીકે ઓળખવામાં આવે છે. એવા કેટલાક બાળકોને પ્રતિભાશાળી કે મેઘાવી બાળકો તરીકે ઓળખવામાં આવે છે.




સમાવેશી શાળાનાં લક્ષણો નીચે મુજબ આપી શકાય:-


૧)સક્રિય ભૂમિકા:-

   બાળકોની સક્રિય અધ્યતા તરીકે હોય, નિષ્ક્રિય નહિ. બાળકો શાળામાં સક્રિય ભાગીદાર બની દરેક કાર્યમાં જોડાય છે.


૨)પસંદગીની તક :-

   બાળકો સમક્ષ મહત્તમ પ્રકારે પસંદગીનો અવકાશ રહેલો હોય અને તેઓને તેમની પસંદગી અનુસાર કાર્ય કરવા માટે પ્રેરિત કરતુ વાતાવરણ હોય.


૩)યોગ્ય વાતાવરણ:-

   સમાવેશી શાળામાં બાળકો માટે યોગ્ય વાતાવરણ હોવું જોઈએ જેથી બાળકો શિક્ષણકાર્યમાં સક્રિય ભાગીદારી સાથે પોતાની ભૂમિકા ભજવે. શિક્ષકોનો પણ પ્રેમ ભર્યો વ્યવહાર અહીં જોવા મળે છે.


૪)પડકારોનો ખ્યાલ:-

   વર્ગ ખંડમાં શિક્ષક બાળકો દ્વારા થતી ભૂલો કે પ્રયત્નોમાંથી શીખવાનું તેમજ પડકારો સ્વીકારવા માટે પ્રેરિત કરતા હોય.


૫)માતા-પિતાની ભાગીદારી:-

   અહીં આ શાળામાં માતા પિતા કે વાલીની સહભાગીદારી મહત્વપૂર્ણ હોય છે.





સમાવેશી શિક્ષણમાં/શાળામાં સહ અભ્યાસિક પ્રવૃત્તિ:-

એક શામાવિષ્ટ શાળાનાં વર્ગખંડમાં વિદ્યાર્થીઓને તેમના ચડિયાતા કે ઉતરતી કક્ષાના શેક્ષણિક સ્તરની પરવા કર્યા વગર તેમના આનુસાંગિક ઉંમરના વિદ્યાર્થીઓ વચ્ચે રાખવામાં આવે છે. અહીં પરસ્પરાવલંબનની સમજને પ્રોત્સાહન આપવા માટે બંને પ્રકારના વિદ્યાર્થીઓ વચ્ચે મિત્રતાનાં વિકાસ પર પણ ભાર મુકવામાં આવે છે. શિક્ષકો હંમેશા વિશિષ્ટ જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓની તેમની જ ઉંમરના પરંતુ વિશિષ્ટ શેક્ષણિક જરૂરિયાતો ન ધરાવતા બાળકો સાથે મિત્રતા સધાય તેવું ઈચ્છતા હોય છે. વળી એવી સહઅભ્યાસિક પ્રવૃતિઓ અને સ્વાધ્યાયના આયોજન પર ભાર મુકવામાં આવે છે જેમાં વિશિષ્ટ જરૂરિયાતો વાળા બાળકોએ વિશિષ્ટ શેક્ષણિક જરૂરિયાતો ન ધરાવતા બાળકોની સાથે રહીને કાર્ય કરવાનું થાય. અહીં જુદા જુદા સમુદાયના લોકો ભેગા મળીને સમાજ રચવાની લાગણીનાં પણ દર્શન થાય છે. વળી કોઈ વિદ્યાર્થી કે વ્યક્તિ અસહાય હોવાની લાગણી જે મિત્રતામાં અવરોધ ઉભો કરી શકે તે પ્રકારની ભાવના પણ દૂર કરી શકાય. આ પ્રકારની પ્રવૃત્તિઓ આગળના ધોરણમાં જતા આવતી કોઈ એક જૂથના વર્ચસ્વની ભાવનાને પણ ઓછી કરે છે. અને બંને પ્રકારના વિદ્યાર્થીઓના જૂથો વચ્ચે સહકારની ભાવના જન્માવે છે.



  ઉપરોક્ત બાબતો અને દરેક વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસને ધ્યાનમાં રાખીને સમાવિષ્ટ શાળામાં નીચે મુજબની વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓનું આયોજન કરી શકાય.



ઉદાહરણ:-
è પરસ્પર સહકારની ભાવના વિકસે એ મુજબની રમતોનું આયોજન કરી શકાય.
è ગ્રુપ કાર્યક્રમોનું આયોજન કરી શકાય.
è ગ્રુપમાં પ્રોજેક્ટ કાર્ય આપી શકાય.
è અંતાક્ષરીનું આયોજન કરી શકાય.
è વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી શકાય.
è શબ્દ રમત રમાડી શકાય.
આમ વિવિધ રમતો અને કર્યો દ્વારા પ્રવૃતિઓ કરી શકાય છે.




મિત્રો તમને આ માહિતી પસંદ આવે તો તમારા મિત્રો જોડે શેર કરજો અને આપ Email દ્વારા subscribe કરીને આગળ આવી માહિતી અહી મુકવામાં આવે એની જાણકારી મેળવી શકોછો.


આપ બધાને આ માહિતી કેવીલાગી એ કોમેન્ટ કરીને જરૂર અમને જણાવશો જેથી આગળ આવા પ્રકારની માહિતી મુકવા માટે અમને પ્રોત્સાહન મળે.




ક્રિયાત્મક સંશોધન એટલે શું ? સમજાવો. Click Her



મિત્રો આગળની પોસ્ટમાં તમને કેવા પ્રકારની માહિતી જોઈએ છે, એ તમે કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારી જરૂરીયાત પ્રમાણેની પોસ્ટ આગળ મૂકતા રહીએ, તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહિ.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ